એક રાતમાં પગના તમામ વાઢીયા ગાયબ કરવા હોય તો જાણી લો આ ઉપાય

 

સુંદર દેખાવું કોને ન ગમે ? દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. પરંતુ ઘણી વખત લોકો પગની એડીની સુંદરતા પર ધ્યાન આપતા નથી. જેના કારણે પગના વાઢિયાની સમસ્યા થાય છે. જ્યારે પગની એડીમાં વાઢીયા પડી જાય છે તો તેનાથી તકલીફ પણ થાય અને ઘણીવાર શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે.

વાઢિયા પડવાનું મુખ્ય કારણ હોય છે કે આપણે જે રીતે ચહેરા, ગરદન અને હાથ પગની સંભાળ રાખીએ છીએ તેમ પગની એડીની સંભાળ રાખતા નથી. તેથી આ સમસ્યા વકરે છે. જો કે પગની એડી ફાટી હોય તો તેનાથી તમે એક રાતમાં રાહત મેળવી શકો છો. તેના માટે તમારે માત્ર 1 રૂપિયાના ખર્ચે થતો આ ઉપાય કરવાનો છે.

ઘણા લોકોને તો વાઢિયા એટલા વધી જાય છે કે તેમને પગમાંથી લોહી નીકળે છે અને સાથે ચાલવામાં દુખાવો પણ થાય છે. ત્યારે આ બધી જ સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવો ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી પગની એડી સુંદર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય કરવા માટે તમારે ઘરે એક ક્રીમ બનાવવાની છે. તેના માટે નાળિયેરનું તેલ લઈ તેને એક વાસણમાં ગરમ કરો. હવે આ તેલ બરાબર ઉકળી જાય એટલે તેમાં મીણબત્તી ઉમેરો. નાળિયેર તેલ અને મીણ બરાબર એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

આ વાસણને ગેસ પરથી ઉતારી લેવું અને ઠંડુ પડવા દેવું. આ મિશ્રણ જ્યારે ઠંડુ પડી જાશે ત્યારે તે ઘટ્ટ થઈ જશે. આ ઘટ્ટ પદાર્થનો ઉપયોગ વાઢીયા પર કરવાનો છે. હવે આ દવાનો ઉપયોગ કરવા માટે તમારે રોજ રાત્રે પગ બરાબર સાફ કરી, ટુવાલ વડે કોરા કરી અને આ મિશ્રણ વાઢિયા પર લગાવવું.

વાઢિયા પર આ દવા લગાવી અને પછી મોજા પહેરી લેવા. આ દવા લગાવો પછી થોડીવાર સુધી હલન ચલન કરવું નહીં. એટલે હિતાવહ છે કે તમે બધા કામથી પરવારી સુવા જાઓ ત્યારે આ કામ કરો. જેથી આખી રાત આ દવા એડી પર અસર કરતી રહે.

આ સિવાય તમે કપૂરનો ઉપયોગ પણ વાઢિયા પર કરી શકો છો. તેના માટે સરસવના તેલમાં કપૂર અને મીણ ઉમેરી ગરમ કરવું. બધું એકરસ થઈ જાય પછી તેને ઠંડુ પાડી ઉપર જણાવ્યાનુસાર રાત્રે તેને લગાવી અને મોજા પહેરી લેવા. આ ઉપાય થોડા દિવસ કરવાથી ફરક દેખાવા લાગશે.

વાઢિયાનો ઈલાજ કરવાની સાથે એડીની સફાઈ કરવી પણ જરૂરી છે. તેના માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. પાણીમાં બેકીંગ સોડા ઉમેરી પેસ્ટ તૈયાર કરી તેના વડે એડી પર મસાજ કરવાથી બધો જ કચરો સાફ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!