પ્રેગનેન્ટ મહિલાઓ આ પીશે તો ઉલટી, કબજિયાત અને એસિડિટીથી મળશે મુક્તિ

 

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને અલગ અલગ સમસ્યાઓ રહેતી હોય છે. આ સમય દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાથી દુર રહેવું જોઈએ તો વળી કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ.

આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જે ગર્ભવતી મહિલાએ આ સમય દરમિયાન રોજ એક ગ્લાસ તો લેવી જ જોઈએ. આ વસ્તુ એક ગ્લાસ લેવાથી 9 મહિના સુધી ઉલટી, ઉબકા, કબજિયાત જેવી સમસ્યાઓ થશે નહીં.

આ વસ્તુ છે નાળિયેર પાણી. નાળિયેર પાણીમાં 45 કેલેરી હોય છે અને તેમાં પ્રોટીન, કાર્બ, ફાયબર, વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાળિયેર પાણીનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને ઘણા લાભ થાય છે. આ પાણીનો એક ગ્લાસ રોજ પીવાથી ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાથી મુક્તિ મળે છે.

ગર્ભાવસ્થામાં મહિલાને કબજિયાત વધારે રહેતી હોય છે. દવાઓનું સેવન કરવાના કારણે પાચનશક્તિ નબળી પડી જાય છે. તેવામાં મહિલાઓને કબજિયાતની સમસ્યા થાય છે. તેવામાં રોજ નાળિયેર પાણી પીવાથી કબજિયાત મટે છે.

મહિલાઓને આ સમય દરમિયાન મોર્નિંગ સિકનેસ પણ રહે છે. તેને દુર કરવા માટે પણ નાળિયેર પાણી અકસીર છે. તેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી વધે છે અને સવારે અનુભવાતો થાક, નબળાઈ, માથાનો દુખાવો દુર થાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સમયે દરમિયાન ઈન્ફેકશનની સમસ્યા પણ રહે છે તેને દુર કરવા માટે પણ નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આ યુટીઆઈ અને ગર્ભાશયના ચેપથી પણ બચી શકાય છે.

પ્રથમ 3 માસ દરમિયાન ગર્ભનો વિકાસ થતો હોય છે. આ સમય દરમિયાન મહિલાને વધારે પોષક તત્વોની જરૂર પડે છે. તે સમયે નાળિયેર પાણીનું સેવન કરવાથી લાભ થાય છે. આ સમયે ધ્યાન ફક્ત એ વાતનું રાખવું કે નાળિયેર કાપી અને તુરંત પાણી પી લેવું જોઈએ. તેને રાખી મુકવાથી તેમાંથી પોષક તત્વોનો નાશ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઉલટી, ઉબકા અને એસીડીટી પણ વધારે રહે છે. તેવામાં નાળિયેર પાણી પીવાથી આ બધી સમસ્યા દુર થાય છે. નાળિયેરની તાસીર ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી તાવ, ઉલટી, અપચો પણ દુર થાય છે. નાળિયેર પાણી પીવાથી કિડની પણ સ્વસ્થ રહે છે અને છાતીમાં બળતરા પણ મટે છે.

જો કે નાળિયેર પાણી પીવામાં એક વાતનું ધ્યાન રાખવું કે તેનો વધારે પડતો ઉપયોગ શરીરને નુકસાન કરે છે. તેથી ગર્ભાવસ્થામાં દરરોજ માત્ર એક ગ્લાસ જ નાળિયેર પાણી પીવું જોઈએ અને તે પણ તાજું. જો તમને નાળિયેર પાણી માફક ન આવે તો તેને પીવાનું ટાળવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!