થાક, ગળાનો દુખાવો અને ખરતા વાળની સમસ્યા હોય તો ચેતી જજો, આ ભયંકર બીમારી હોઈ શકે છે

 

આજના સમયમાં શરીરમાં મોટાભાગની બીમારી ખાણીપીણીને કારણે થાય છે. આવી જ એક બીમારી છે થાઇરોડ. જ્યારે થાઇરોઇડ ગ્રંથિ સારી રીતે કામ ન કરે તો શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. થાઇરોડ પતંગિયાના આકારની એક ગ્રંથિ હોય છે જે આપણા ગળાના આગળ ના ભાગમાં હોય છે.

સામાન્ય રીતે 60 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધારે જોવા મળે છે. પરંતુ હવે જીવનશૈલીના કારણે આ બીમારી નાની ઉંમરના લોકોને પણ થઈ જાય છે.

જ્યારે થાઈરોઈડની સમસ્યા થાય છે ત્યારે હોર્મોન્સનું સ્તર ઓછું થવા લાગે છે અથવા તો વધવા લાગે છે જેના કારણે શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરમાં થતાં આ ફેરફારની અવગણના કરવાની ભૂલ ન કરવી જોઈએ. જ્યારે થાઈરોઈડની સમસ્યા થાય છે ત્યારે શરીરમાં થાક વધારે રહે છે, વાળ ખરવા લાગે છે, હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, ગરદનમાં સોજો કે દુખાવો રહે છે, સાથે જ હૃદયના ધબકારા પણ ફરી જાય છે.

1. જ્યારે થાઈરોડ નો રોગ થાય છે તો તેનું સૌથી સામાન્ય લક્ષણ હોય છે વજન માં થતો અચાનક ફેરફાર. દર્દીનું વજન અચાનક વધી કે ઘટી જાય છે. જો થાઇરોડમાં હોર્મોન્સ વધારે બનતા હોય તો વજન વધવા લાગે છે અને હોર્મોન્સ ઓછા બને તો વજન ઓછું થવા લાગે છે.

2. થાઇરોઇડની તકલીફ માં ગરદનમાં સોજો પણ રહે છે. આ સમસ્યામાં ગળામાં ગોઈટર બની જાય છે. ઘણી વખત ગરદનમાં સોજો થાઇરોઇડ કેન્સરની ગાંઠના કારણે પણ હોય છે.

3. થાઇરોઇડ હોર્મોનની અસર શરીરના દરેક અંગને થાય છે. ખાસ કરીને તેમાં હૃદયના ધબકારામાં ઘણા ફેરફાર થાય છે. હાઇપોથયરોડિસ્મ વડા લોકોના હૃદયના ધબકારા ધીમા થઈ જાય છે અને તેનાથી વિરુદ્ધ ઘણા ના ધબકારાની ગતિ વધી જાય છે.

4. થાઈરોઈડના કારણે લોકોનો મૂડ અને એનર્જી લેવલ માં પણ મોટા ફેરફાર થાય છે. થાઇરોડ ના કારણે થાક, સુસ્તી, ઉદાસી જેવા અનુભવ વધારે થાય છે. સાથે જ ચિંતા, અનિદ્રા, બેચેની પણ જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

5. થાઇરોઇડની તકલીફ માં વાળ ખરવા લાગે છે. આ થાઇરોઇડ હોર્મોન માં થયેલા અસંતુલનનો સંકેત હોય છે.

6. આ સમસ્યા તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ બાધિત થાય છે. તેના કારણે દર્દીને સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ઠંડી લાગે છે અને વધારે પ્રમાણમાં પરસેવો થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!