આ ઉપાયથી શરીરમાં યુરિક એસિડ ઘટી જશે, કમર અને સાંધાનો દુખાવો પણ ગાયબ

30 પછીની ઉંમરમાં લોકોને શરીરમાં કોઈને કોઈ સમસ્યા થતી રહે છે. આવી જ સમસ્યાથી એક છે યુરિક એસિડ વધવાની તકલીફ. જ્યારે પણ શરીરમાં યુરિક એસિડ વધી જાય છે ત્યારે શરીરના સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો હાથ, પગ અને શરીરના કોઈપણ સાંધામાં થઈ શકે છે.

યુરિક એસિડ જ્યારે વધી જાય છે ત્યારે તેને કંટ્રોલમાં કરવું જરૂરી હોય છે. જો આવું કરવામાં ન આવે તો દર્દી હલનચલન પણ કરી શકતો નથી. તેથી આજે તમને યુરિક એસિડને કંટ્રોલમાં કરતા ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીએ.

યુરિક એસિડ એક રસાયણ છે જેનું પ્રમાણ શરીરમાં વધી જાય તો તે સાંધામાં જમા થાય છે અને ગંઠાવા લાગે છે. તેના કણ સાંધામાં તીવ્ર દુખાવો કરાવે છે. આ સમસ્યાને ગાઉટ પણ કહેવાય છે. આ દુખાવા ત્યારે મટી જાય છએ જ્યારે યુરિક એસિડ ઘટી જાય. જો યુરિક એસિડ ઘટે તો દુખાવા તુરંત દુર થાય છે.

જેમને યુરિક એસિડ વધતું હોય તેમણે કઠોળ, વટાણા, ચોકલેટ, કોફી, ચા, પાલક જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આ સિવાય નિયમિત રીતે 2થી 3 લીટર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી યુરિક એસિડ બહાર નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય યુરિક એસિડના દર્દીઓએ રાત્રે સુતા પહેલા દૂધ પણ પીવું જોઈએ નહીં. અને સાથે જ જમતા જમતા પણ પાણી પીવાનું ટાળવું.

આ સિવાય નિયમિત આહારમાં અજમાનું સેવન કરવાનું રાખવું જોઈએ. અજમાનું સેવન કરવાથી યુરિક એસિડ ઘટે છે. આ સિવાય બેકિંગ સોડાથી પણ યુરિક એસિડ ઘટે છે.

યુરિક એસિડ તુરંત જ ઘટાડવું હોય તો રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી તજ પાવડર, એક ચમચી અર્જુનની છાલનો પાવડર ઉમેરી પાણીને ઉકાળો. આ પાણી ઉકળી જાય પછી તેને ગાળી અને હુંફાળુ હોય ત્યારે પી જવું. આ ઉપાય કરવાથી યુરિક એસિડ ઘટી જાય છે.

યુરિક એસિડ જેમને વધી જતું હોય તેમણે સૌથી પહેલા ખાણીપીણીની આદતને નિયંત્રિત કરવી જરુરી છે. બહારનું ભોજન વધારે પ્રમાણમાં કરવાથી પણ યુરિક એસિડની સમસ્યા વધે છે.

તેથી સૌથી પહેલા આહારશૈલીની નિયમિત અને સમયસર કરો અને પછી વધારે પ્રમાણમાં પાણી પીવો જેથી કિડની બરાબર કામ કરે અને યુરિક એસિડને શરીરમાંથી બહાર કરી શકે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!