ઘરે બેઠા જાતે જ ખસી ગયેલી પેસોટી લેવલમાં આવી જશે, કરો આ કામ

આપણા શરીરની મધ્યમાં આવેલી નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોય છે. તેની સાથે આપણા શરીરની દરેક નસ જોડાયેલી હોય છે. જો નાભિમાં કોઈ સમસ્યા થાય તો તેનાથી તબિયત ખરાબ થઈ જાય છે. જેમકે જો અચાનક વાંકા વળીને વજન ઉચકો અથવા તો દાદર ઝડપથી ચઢવા કે ઉતરવાથી પેસોટી ખસી જાય છે.

પેસોટીને અંબોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો નાભિ કે પેસોટી ખસી જાય તો તેના કારણે વ્યક્તિને ભયંકર દુખાવો, કબજિયાત, ઝાડા, પગમાં ધ્રુજારી, ગેસ, અપચો થાય છે.

સામાન્ય રીતે પુરુષોની પેસોટી જમણી તરફ અને સ્ત્રીઓની ડાબી તરફ પેસોટી ખસે છે. જો વજન ઉચક્યા પછી ઉપર જણાવ્યાનુસારની સમસ્યા જણાય તો સમજી લેવું કે પેસોટી ખસી ગઈ છે. પેસોટી ખસી છે કે નહીં તે ચકાસવાનો પણ એક દેશી અને સચોટ રસ્તો છે.

તેના માટે એક દોરો લેવો. આ દોરાને એક તરફના નીપલથી નાભિ સુધી માપવો. હવે આ જ દોરાને બીજી બાજુના નીપલથી નાભિ સુધી માપવો. જો બંને દોરાનું માપ સરખું હોય તો પેસોટી બરાબર હશે અને બંને બાજુનું માપ અલગ અલગ હશે તો નાભિ તેની જગ્યાએથી ખસી ગઈ હશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેસોટી ખસી છે કે નહીં તે તમે દોરા સિવાય પગથી પણ જાણી શકો છો. તેના માટે બંને પગને 10 ડિગ્રી એંગલ પર રાખો. પછી બંને પગની લંબાઈ ચકાસો. જો એક પગ લાંબો અને કે ટુંકો લાગે તો સમજી જવું કે પેસોટી ખસી છે. જો બંને પગ સરખા લાગે તો નાભિ તેના સ્થાને જ હશે.

નાભિ ખસી ગઈ હોય તો તેને બરાબર કરવા માટે આ ઉપાય કરી શકાય છે. તેના માટે આમળાના પાવડરમાં આદુનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરો અને પછી તેને નાભિની આસપાસ લગાવો. આ પેસ્ટને 2 કલાક રાખવી. આ દરમિયાન નાભિ તેના સ્થાને આવી જશે.

આ સિવાય 10 ગ્રામ વરિયાળીના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરી અને રોજ ખાલી પેટ તેને પીવાથી પેસોટી બરાબર થાય છે. પેસોટી ખસી ગઈ હોય તો થોડા દિવસ સુધી સરસવનું તેલ નાભિમાં નાખવાથી નાભિ ધીરે ધીરે તેની જગ્યાએ આવી જાય છે.

આ સિવાય આ સરળ ઉપાય પણ કરી શકાય છે તેના માટે નાભિ પર દિવો મુકવા અને તેના ઉપર એક લોટો ઊંધો મુકવો. લોટાને થોડુ દબાણ કરવું, આમ કરવાથી દીવો બુઝાઈ જશે અને જ્યારે તમે લોટો પેટ પરથી હટાવશો તો નાભિ તેના સ્થાને આવી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!