તુલસી, લીમડો સહિતની અનેક જડીબુટ્ટીઓનો ઉલ્લેખ આર્યુવેદમાં કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરીને અનેક રોગનો ઈલાજ કરી શકાય છે. આવી જ એક જડીબુટ્ટી છે બ્રાહ્મી.
બ્રાહ્મી પણ લીમડા અને તુલસીની જેમ ઔષધીય ગુણોથી ભરપુપ છે. તે એક રસાળ જડીબુટ્ટી છે અને તેનો સ્વાદ કડવો અને મીઠો હોય છે. આ સૌથી શક્તિશાળી અને પ્રાચીન ઔષધી છે.
આ ઔષધી મગજને તેજ કરે છે, જાતીય શક્તિ વધારે છે, રક્ત શુદ્ધ કરે છે અને ત્વચા તેમજ વાળ માટે તો વરદાન છે. આયુર્વેદ અનુસાર શરીરના 6 ગંભીર રોગ માટે તો બ્રાહ્મી રામબાણ ઈલાજ છે. તો ચાલો જાણીએ કે બ્રાહ્મી કયા કયા રોગની સારવાર કરે છે.
1. બ્રાહ્મી પાવરફુલ ઔષધી છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમણે આ ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ. તે પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
2. આ ઔષધિના ઉપયોગથી મગજની યાદશક્તિ વધે છે. આ ઔષધિ મગજના હિપ્પોકેમ્પલ ભાગ પર પોઝિટિવ અસર કરે છે. મગજનો આ ભાગ વિચારવા, સમજવા અને યાદ શક્તિ માટે જવાબદાર હોય છે.
3. બ્રાહ્મી તણાવ અને ચિંતા દુર કરે છે. તે શરીરમાંથી કોર્ટીસોલનું સ્તર ઘટાડે છે. આ એક સ્ટ્રેસ હોર્મોન છે. બ્રાહ્મી આ તણાવ સાથે સંબંધિત હોર્મોનને નિયંત્રિત કરે છે.
4. આ ઔષધીમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને જરૂરી પણ છે. આ એન્ટી ઓક્સીડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ કોષોને દુર કરવામાં મદદ કરે છે. આ કોષ કેન્સરના કોષમાં પરિવર્તિત થાય છે.
5. બ્રાહ્મીનો ઉપયોગ કરવાથી સાંધાના સોજા, દુખાવા, ગઠિયો વા જેવી સમસ્યા દુર થાય છે. આ સમસ્યાઓ માટે બ્રાહ્મીનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાય છે. તેના સેવનથી ગેસ્ટ્રિક અલ્સર શાંત કરવામાં અને તામસી પ્રકૃતિ કરતાં સિંડ્રોમની સારવારમાં પણ મદદ મળે છે.
6. જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે બ્રાહ્મી રામબાણ ઈલાજ છે. તે ડાયાબીટીસના રોગીઓમાં બ્લડ શુગર નિયંત્રિત કરે છે. સાથે જ તે હાઈપોગ્લાઈસીમિયાના લક્ષણોને પણ દુર કરે છે અને સુધારે છે.