સામાન્ય લાગતી આ વસ્તુથી દવા વગર ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે

 

ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે પરંતુ કમનસીબે આ બીમારી હવે ઘરે ઘરમાં જોવા મળે છે. જીવનશૈલીના કારણે ડાયાબિટીસનો રોગ હવે સામાન્ય બની ગયો છે.

રોગમાં દર્દીનું બ્લડ શુગર વધવા લાગે છે. સાથે જ તેને તરસ વધુ લાગે છે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. આ રોગના દર્દીને પેટમાં દુખાવો, મોઢાની શુષ્કતા જેવી અનેક સમસ્યા જોવા મળે છે.

ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન બનવાનું બંધ થઇ જાય છે અથવા તો ખૂબ જ ઓછું બને છે. ઇન્સ્યુલિન એવું તત્વ છે જે રક્તમાં શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જ્યારે તેનું પ્રમાણ ઓછું હોય અથવા તો તેનું પ્રમાણ ન હોય ત્યારે ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટીસ તેને થાય તેને બ્લડ શુગર કંટ્રોલમાં રાખવા માટે દવાઓ, એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દવા કરતાં પણ ઝડપી રીતે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ શેતુર કરી શકે છે.

એક રિસર્ચ અનુસાર શેતૂર માં ડાયાબિટીસને કંટ્રોલ કરવાની શક્તિ છે. તો ચાલો જાણીએ વિગતવાર કે શેતૂર ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલમાં કરે છે. શેતૂર એક પ્રકારનું ફળ છે જે ગ્રામીણ વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.

તેનો રંગ લાલ અને મરૂન હોય છે. તે સ્વાદમાં ખાટું અને મીઠું અને રસાળ હોય છે. સેતુર ખાવાથી ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓથી બચવામાં મદદ મળે છે.

શેતુરના ફળમાં ફાઈબર, વિટામીન સી, આયરન સહિત અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. તેમાં પ્રોટીન, વિટામીન સી, કેલ્શિયમ જેવા તત્વો પણ હોય છે.

કેટલાક સંશોધન અનુસાર શેતુર નું સેવન કરવાથી શરીરમાં કેન્સરની કોશિકાઓ વિકાસ પણ અટકે છે અને સાથે જ બ્લડ શુગર તેમજ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટીસની શેતૂર કેવી રીતે કંટ્રોલ કરે છે તે જાણવા માટે ટાઈપ-2 ડાયાબિટીસવાળા લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું. જેમાં કેટલાક લોકોને શેતૂરના પાન નો અર્ક ત્રણ મહીના સુધી દરરોજ આપવામાં આવ્યો.

આ સંશોધન પરિણામમાં જાણવા મળ્યું કે આ લોકોનું બ્લડ શુગર લેવલ ઘણું ઓછું થયું હતું સાથે જ હીમોગ્લોબિન લેવલ માં પણ સુધારો થયો હતો. અન્ય એક અધ્યાયમાં પણ લોકોને 12 અઠવાડિયા સુધી શેતૂરનાં પાન નો રસ આપવામાં આવ્યો હતો. તેઓમાં પણ બ્લડ શુગર લેવલમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!