કુદરતે આપણને અનેક ઔષધિઓનો ભંડાર આપ્યો છે. આ ઔષધિઓ આપણી આસપાસ જ હોય છે. પરંતુ આપણે તેનાથી અજાણ હોય છે તેથી તેનો લાભ લઈ શકતા નથી. આજના સમયમાં લોકોના શરીરમાં અંગ એટલા રોગ થઈ ગયા છે.
આ રોગથી મુક્તિ મેળવવા માટે લોકોને દવાની મદદ લેવી પડે છે. પરંતુ આવી ઔષધિઓ તમને દવા પર થતા ખર્ચથી બચાવી શકે છે અને રોગથી પણ મુક્ત કરી શકે છે. આજે તમને આવી જ એક ઔષધી વિશે જણાવીએ જે તમને શરીરની સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે.
આ વનસ્પતિને તમે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોઈ હશે. ગામડામાં ખેતરના શેઢા પર આ વનસ્પતિ થાય છે. આ વનસ્પતિને ગોખરું કહેવાય છે. ગોખરુંનો ઉપયોગ અનેક બીમારીઓમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે.
તમને સૌથી પહેલા જણાવી દઈએ કે ગૌખરું બે પ્રકારના હોય છે. એક મોટા ગોખરું અને બીજા નાના ગોખરું. આ ગોખરું શરીરના અલગ અલગ અંગની સમસ્યાને દુર કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગોખરુંનો ઉપયોગ કઈ કઈ સમસ્યામાં કરી શકાય છે ચાલો જણાવીએ સૌથી પહેલા તો.
કિડનીની પથરીને દુર કરવામાં ગોખરુંનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે પાંચ ગ્રામ ગોખરુંનું ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવું. સાથે જ બકરીનું દુધ પીવું. તેનાથી પથરી તુટીને પેશાબ વાટે નીકળી જાય છે.
આ સિવાય શરીરમાં કોઈપણ પ્રકારનો દુખાવો હોય જેમકે સાંધાનો દુખાવો, કમરનો દુખાવો તો પણ ગોખરું લાભ કરે છે. તેના માટે ગોખરું પાવડરને ગરમ પાણીમાં ઉમેરી તેને બરાબર ઉકાળો. પાણી અડધું થઈ જાય પછી તેને ગાળીને તેનું સેવન કરો.
આ પાણી સવારે અને સાંજે બે વખત પીવાથી શરીરના દરેક પ્રકારના દુખાવા મટે છે. ઉનાળામાં મૂત્ર સંબંધિત સમસ્યા થઈ ગઈ હોય, અથવા તો મૂત્ર અટકી અટકીને ઉતરતો હોય તો ગોખરું લેવાથી લાભ થાય છે. તેના માટે 10 ગ્રામ ગોખરુંને દુધમાં ઉકાળી તેનું સેવન કરવું.
ડાયાબિટીસના દર્દી માટે પણ ગોખરું વરદાન છે. આ સિવાય મહિલાઓને માસિકની સમસ્યા હોય અથવા તો પીસીઓડીની તકલીફ હોય તો તેમાં પણ ગોખરું લેવાથી લાભ થાય છે.
માસિક દરમિયાન પેટમાં દુખાવો થતો હોય, રક્તસ્ત્રાવ વધારે રહેતો હોય અથવા તો સંતાનપ્રાપ્તિમાં સમસ્યા થતી હોય ત્યારે પણ ગોખરુંનું સેવન કરવું જોઈએ. ગોખરુંની તાસિર ઠંડી હોય છે તેથી તે શરીરની તજા ગરમીને દુર કરે છે. ઉનાળામાં ગોખરું લેવાથી લૂ લાગતી નથી.