દરેક ઘરના રસોડામાં હીંગનો ઉપયોગ થાય જ છે. હિંગનો ઉપયોગ દાળ અને શાકના વઘારમાં કરવામાં આવે છે. હિંગ રસોઈનો સ્વાદ વધારે છે. વઘારમાં એક ચપટી હિંગનો ઉપયોગ થાય છે પરંતુ તે રસોઈના સ્વાદને ચાર ચાંદ લગાવી દે છે. જે રીતે એક ચપટી હિંગ રસોઈનો સ્વાદ વધારે છે તેવી જ રીતે એક ચપટી હિંગ પેટના રોગને પણ ભગાડે છે.
પેટને લગતી કોઈપણ સમસ્યા હોય તો તેને દુર હિંગ કરે છે. હિંગનો ઉપયોગ કરવાથી પેટની દરેક પ્રકારની તકલીફને દુર કરી શકાય છે. હીંગના લાભ વિશે જણાવતા પહેલા જણાવી દઈએ કે હિંગની તાસીર ગરમ હોય છે. તેનો ઉપયોગ ગરમીમાં સંભાળીને કરવો જોઈએ.
જ્યારે પણ પેટની તકલીફ હોય ત્યારે પાણીમાં હિંગ ઉમેરીને નાભિની આસપાસ લગાવી દો. થોડી જ વારમાં ગેસની તકલીફ દુર થઈ જશે. આ સિવાય જો ચહેરા પર ખીલ થયા હોય તો હિંગમાં પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવી તેને ખીલ પર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી ઠંડા પાણીથી તેને સાફ કરી લો.
હિંગનો ઉપયોગ કરવો કબજિયાત માટે પણ રામબાણ ઈલાજ છે. તેના માટે એક નાની ચમચી હિંગ અને એક નાની ચમચી ખાવાનો સોડા એક ગ્લાસ પાણીમાં ઉમેરી પીવાથી કબજિયાત મટે છે.
જે લોકોને આધાશીશી હોય અને માથાનો દુખાવો રહેતો હોય તેમણે એક ચમચી હિંગને પાણીમાં ઘોળી અને એક ટીપું નાકમાં નાંખવું. તેનાથી માથાનો દુખાવો મટે છે.
આ સિવાય દાંતના દુખાવામાં પણ હિંગ રાહત આપે છે. દાંતના દુખાવામાં હિંગનો ટુકડો લઈ દુખતા દાંત પર રાખી દેવાથી દાંતના દુખાવાથી રાહત મળે છે.
આ ઉપરાંત તો સાપ કરડ્યો હોય તો એરંડાની કુંપળમાં હિંગને ઘસી તેની ગોળી બનાવી લેવી. હવે આ ગોળીને દર 30 મિનિટે ગરમ પાણી સાથે દર્દીને આપવાથી ઝેર ઓછું થાય છે.
જો કુતરું કરડ્યું હોય તો હિંગને પાણીમાં ઉમેરી તેને આપવાથી લાભ થાય છે. વીંછી કરડ્યો હોય તો ગાયના દૂધમાં તેને ઘસીને આપવાથી ઝેર ઉતરે છે.
હુંફાળા ગરમ પાણીમાં થોડી હીંગ ઉમેરીને રોજ ચા પીતા હોય તેમ ધીરે ધીરે દિવસમાં એકવાર પીવાથી કમરના દુખાવા મટે છે
જો નાના બાળકને ગેસના કારણે પેટમાં દુખતું હોય તો હિંગમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી અને નાભિની આસપાસ લગાવો. તેનાથી તુરંત આરામ થાય છે.
હિંગનો ઉપયોગ પુરુષો માટે પણ લાભકારી છે. હિંગ પીવાથી પુરુષોની વીર્યની ખામી, નપુસંકતા, શીઘ્રપતન જેવી તકલીફો દુર થાય છે.