રસોડાની આ વસ્તુના ઉપયોગથી તમારી ભૂખ ઓછી થઈ જશે અને વજન થઈ જશે અડધું

 

આજના સમયમાં બેઠાડુ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોના પેટ અને કમરના ભાગે ચરબી જામી જાય છે. તેવામાં આ ભાગ પર જામેલી ચરબી ઝડપથી ઓગળે તેવી ઈચ્છા તેમને થાય છે પરંતુ આ ઈચ્છા પુરી થતી નથી. એટલે કે તેમને વજન ઘટાડવામાં ધારી સફળતા મળતી નથી.

જે લોકોને પેટ અને કમરના ભાગે વધારે ચરબી હોય તેઓ પોતાના મનપસંદના ફેશનેબલ કપડા પણ પહેરી શકતા નથી કારણ કે વધેલા વજનના કારણે આવા ફીટીંગવાળા કપડા પહેરવાનો આત્મવિશ્વાસ તેમને હોતો નથી.

પરંતુ વજન ઘટાડવા મામલે નિષ્ણાંતોનું માનવું છે કે આ રીતે શરીર પર વધેલી ચરબીને ઝડપથી દુર કરી શકાય છે. તેના માટે એવો ખોરાક લેવો જોઈએ જેમાં કેલેરી ઓછી હોય. જો તમે દિવસ દરમિયાન કેલેરીનું પ્રમાણ જાળવી રાખો તો વજન ઝડપથી ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક સંશોધન અનુસાર આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનો તમે ડાયટમાં ઉપયોગ કરો તો તેનાથી તમારી ભૂખ 70 ટકા ઓછી થઈ જાય છે. પરીણામે તમે વારંવાર ખોરાક લેતા નથી અને કેલેરી મેનેજ થાય છે. આ રીતે વજન કંટ્રોલમાં રહે છે અને વધેલું વજન પણ ઘટી જાય છે.

નિષ્ણાંતોના મતે જ્યારે તમારે શરીરમાંથી વધારાની ચરબી દુર કરવી હોય તો સૌથી પહેલા પાણી પીવાનું પ્રમાણ વધારવું જોઈએ. આ સિવાય રોજ કસરત કરવાથી અને થર્મોજેનિક ખોરાક લેવાથી ચરબી ઓગળે છે.

થર્મોજેનિક ખાદ્ય પદાર્થ મેટાબોલિઝમ અને કેલેરી બંધ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. આ એવી પ્રક્રિયા છે જે ખાધેલા ખોરાકનો ઉપયોગ કરવા માટે કેલેરી બર્ન કરે છે. થર્મોજેનિક ખાદ્ય પદાર્થ કેલેરીને ગરમીમાં બદલી દે . જેના કારણે રોજીંદા કામો કરવામાં આ જે શારીરિક શ્રમ થાય છે જેમાં ચરબી બર્ન થાય છે.

થર્મોજેનિક ફૂડમાં લાલ કે લીલા મરચાં, કાળા મરી, આદુ, નાળિયેરનું તેલ, પ્રોટીનનો સમાવેશ થાય છે. નિષ્ણાંતો ચરબી દુર કરવા માટે પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની સલાહ આપે છે. પ્રોટીન સ્નાયૂને સુધારવાનું કામ કરે છે. સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પ્રોટીનવાળો આહાર લેવાથી ભૂખ પણ ઓછી લાગે છે.

જો તમે પ્રોટીનયુક્ત આહાર લો છો તો ઓછું જમવાથી પણ પેટ ભરાઈ જાય છે. પ્રોટીન ફૂડનું સેવન કરવાથી સામાન્ય કરતાં 70 ટકા ઓછી ભૂખ લાગે છે. પ્રોટીન મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે અને 100થી વધુ કેલેરી બર્ન કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ વાત એક રીસર્ચમાં સાબિત થઈ છે. આ રીસર્ચમાં જાડા પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને બે ગૃપમાં વિભાજીત કરી અને 3 કે 6 વખત ભોજન આપવામાં આવ્યું.

જે લોકોએ પ્રોટીનયુક્ત ખોરાક લીધો હતો તેમણે 3 વખત જ ભોજન કર્યુ. કારણ કે તેમની અન્યના પ્રમાણમાં ઓછી ભૂખ લાગી હતી

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!