વર્ષો જૂનો ઘૂંટણ અને સાંધાનો દુખાવો ઓપરેશન વગર મટી જશે

 

50 વર્ષથી વધારે ઉંમર થાય એટલે લોકોને ઘૂંટણના દુખાવા અને સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે. પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને આ તકલીફ થવા લાગી છે. ઘણા લોકોનું ચાલીસની ઉંમરમાં પણ નીચે જમીન પર બેસી કે ઉઠી શકતા નથી.

જ્યારે ઘૂંટણ અને સાંધાના દુખાવાની તકલીફ વધી જાય તો દવા લેવાની શરૂઆત લોકો કરી દેતા હોય છે. કેટલાક લોકોની સ્થિતિ તો એવી હોય છે કે તેમને ઘુંટણનું ઓપરેશન કરાવવું પડે. પરંતુ ઘુંટણના દુખાવાની સમસ્યા કે શરીરના કોઈ પણ દુખાવાની સમસ્યા એટલી બધી વધે નહિ જો તમે સમયસર કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

આજે તમને એવા કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ તેને સમયસર શરૂ કરી દેવાથી ઢીંચણનો દુખાવો મટી જાય છે. અને ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારનું ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી. આ ઉપાય કરવાથી શરીરના કોઈપણ ભાગમાં થતો દુખાવો મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘૂંટણના, સાંધાના અને શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે મેથીનો ઉપયોગ કરવાનો છે. મેથીના દાણા દુખાવો દુર કરવા માટે અક્સિર છે. જે લોકોને ઘૂંટણનો દુખાવો રહેતો હોય તેમણે રાત્રે પાણીમાં દસથી બાર જેટલા મેથીના દાણા પલાળી દેવા. સવારે નરણા કોઠે આ મેથી ખાઈ જવી અને પાણી પી જવું.

આવી તો તમે એક અઠવાડિયું મેથી ખાશો તમે અનુભવશો કે તમારા શરીરના દુખાવા દૂર થવા લાગ્યા છે. આ ઉપરાંત સાંજે જમ્યા પછી અડધી ચમચી મેથીનો પાવડર પાણી સાથે પી લેવાથી પણ ઘુટણ ના દુખાવા મટે છે.

મેથી માં રહેલા ગુણો ડાયાબીટીસના દર્દીઓ માટે પણ લાભકારી છે. તેનાથી ડાયાબિટીસના કારણે રહેતી સમસ્યા પણ મટવા લાગે છે.

ગોઠણ ના દુખાવા દૂર કરવા માટે આદુ પણ અકસીર છે. તેના માટે આદુનો આ રીતે ઉપયોગ કરવો. સૌથી પહેલા ૫૦૦ ગ્રામ આદુ લેવું અને તેને સારી રીતે સાફ કરીને નાના નાના ટુકડા કરી લેવા.

હવે આ ટુકડાને તડકામાં સૂકવવા. ખાધુ બરાબર સુકાઈ જાય પછી તેને મિક્સરમાં ભરી અને વાટી લેવું. આદુનો બરાબર પાવડર તૈયાર કરીને એક કાચની બરણીમાં ભરી લેવો. હવે આ પાવડરનો ઉપયોગ નિયમિત કરવાનો છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે એક વાટકીમાં બે ચમચી આદુનો પાવડર અને તેમાં થોડું પાણી મિક્સ કરીને બરાબર હલાવો. મિશ્રણ બરાબર એકરસ થઈ જાય પછી તેને થોડું ગરમ કરો. હવે આ મિશ્રણને ગરમ હોય ત્યારે જ જે સાંધો દુખતો હોય તેના ઉપર લગાવી દો. તેની ઉપર પાટો કે રૂમાલ બાંધી દેવો. હવે આ મિશ્રણને એક કલાક સુધી એમ જ રહેવા દેવો.

તમે ઈચ્છો છો તો આ ઉપાય રાત્રે સૂતા પહેલાં પણ કરી શકો છો. આદુની પેસ્ટ ઉપર પાટો બાંધીને એક કલાક રાખવાથી ઘૂંટણનો દુખાવો મટી જાય છે. આ સિવાય તમે ગરમ પાણીમાં આદુનો પાવડર ઉમેરીને પી પણ શકો છો. તેનાથી પણ દસ જ મિનિટમાં દુખાવાથી રાહત મળશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!