રાત્રે આ વસ્તુ ખાશો તો સવારે ઉઠતાવેંત કબજિયાત ગાયબ

 

આજના સમયમાં જીવનશૈલીના કારણે કેટલાક રોગ સામાન્ય થવા લાગ્યા છે. આ રોગ ગંભીર હોય છે પરંતુ લોકો હવે તેને સ્વીકારી તેની સાથે જીવવા લાગ્યા છે. આવો જ એક રોગ છે કબજિયાત. આ વાત હવે સામાન્ય લાગે છે કારણ કે આપણી આસપાસના 90 ટકા લોકો આ સમસ્યાથી પીડિત હોય છે. પરંતુ આ એક ગંભીર સમસ્યા છે.

પેટની લગતી સમસ્યાઓમાં કબજિયાત સૌથી ગંભીર છે. તેના કારણે શરીરમાં અન્ય રોગ પણ ઘર કરી જાય છે. તેથી કબજિયાત થાય તો તેનો ઈલાજ પણ તુરંત કરવો જોઈએ.

કબજિયાત સૌથી વધારે ખોરાકના કારણે થાય છે. જ્યારે આપણે એવો ખોરાક ખાતા હોય છે જે પેટને માફર ન આવે અને પાણી પણ ઓછું પીવાતું હોય તો કબજિયાત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પ્રોસેસ ફૂડ, ફાસ્ટફૂડ, ચોકલેટ વધારે ખાવાથી કબજિયાત થાય છે. આ સિવાય બેઠાળુ જીવનશૈલી પણ કબજિયાતને વધારે છે. આ બીમારીની સમયસર સારવાર થાય નહીં તો તે ગંભીર સમસ્યા સર્જી શકે છે. તો ચાલો આજે તમને એવો ઉપાય જણાવીએ જે ગમે તેવી જૂની કબજિયાતની સમસ્યા હશે તેને દુર કરી દેશે.

કબજિયાતની તકલીફ હોય અને તેને દવા વિના દુર કરવી હોય તો તાંદળજો ખાવાનું શરુ કરો. તાંદળજો ખાવામાં મીઠો, તુરો અને ખારો હોય છે. તે રેચક પ્રકારની ભાજી છે. તે ઉનાળા અને ચોમાસામાં વધારે જોવા મલે છે. તેનું સેવન કરવાથી કબજિયાત એક જ દિવસમાં દુર થઈ શકે છે.

તાંદળજો ખાવાથી કબજિયાત દુર થવાની સાથે આંતરડાના ચાંદા પણ મટે છે. વર્ષો જૂની કબજિયાતની તકલીફ હોય તો તાંદળજાની ભાજીનો રસ કાઢી અને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટની ગરમી દુર થાય છે. આ રસમાં સાકર ઉમેરી શકાય છે.

રોજ સવારે અને સાંજે તાંદળજાનો રસ પીવાથી માત્ર કબજિયાત જ નહીં પરંતુ પિત્તના વિકાર પણ મટે છે. જેમને ઝાડામાં લોહી પડતું હોય તેમણે આ રસ પીવો લાભકારી છે. આ સિવાય આ ભાજીને બાફીને પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આ ભાજી ખાવાથી ત્વચાની કુદરતી ચમક વધે છે. જો દાઝી ગયા હોય તો તે જગ્યા પર આ ભાજીનો રસ લગાવવાથી ઘા તુરંત રુઝાય જાય છે. તો કોઈ ગુમડુ થયું હોય તો તેના પર પણ તાંદળજાની ભાજીની પેસ્ટ કરીને લગાવી દો આ પેસ્ટ ગુમડાને મટાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરમાં ખંજવાળની સમસ્યા હોય તો તાંદળજો લાભ કરે છે. સ્ત્રી રોગમાં પણ તાંદળજાની ભાજી ખાવાથી લાભ થાય છે. આ ભાજીનું સેવન ઉનાળામાં કરવાથી પેશાબની બળતરા અને અન્ય વિકાર મટે છે.

તાંદળજાની ભાજીમાં ભરપુર પ્રમાણમાં પોષકતત્વો હોય છે. તેને ઘી અને હીંગનો વઘાર કરીને ઉપયોગમાં લેવાથી કબજિયાત મટે છે. આ ભાજી પિત્ત અને કફને પણ મટાડે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!